ગોધરા શહેરની સદવિચાર પરિવાર ગોધરા સંચાલિત પી.ટી. મીરાણી હોસ્પિટલમાં ગત માસમાં અતિ દુર્લભ કેસ કહેવાતા રૂમેટિક કોરિયાનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. વિભાગના ડો. ભાર્ગવ ગિરીશભાઈ પટેલે આ કેસ હૅન્ડલ કર્યો હતી. ખૂબજ દુર્લભ ગણાતા આ રોગમાં તેમણે કરેલું રિસર્ચ તેમણે ઇન્ટરનેશનલ જર્નલ માં આવા અતિ દુર્લભ કહેવાતા કેસનું જ એડયુકેશન અને રિસર્ચના હેતુસર પુબ્લિકેશન થતું હોય છે. ઇન્ટરનૅશનલ જર્નલ તરફથી ડૉક્ટરના આ રિસર્ચને એક્સેપટન્સ મળી જતા હવે આ અતિદુર્લભ કેસ ઇન્ટરનેશનલ જર્નલમાં પબ્લિશ થવા જઈ રહ્યો હોઈ હોસ્પિટલ માટે એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઇ છે જેમાં સારવાર સાથે આવા રિસર્ચ કામનો પણ ઉમેરો થયો છે. ગોધરામાં આવું રિસર્ચ થઇ પબ્લિકેશન ઇન્ટરનેશનલ જર્નલમાં થયું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.