ગોધરા શહેરની સદવિચાર પરિવાર ગોધરા સંચાલિત પી.ટી.મીરાણી હોસ્પિટલમાં બાળરોગ વિભાગના આરંભના માત્ર 4 મહિના જ થયા છે, ત્યાર બાદ આ વિભાગમાં 1100થી વધુ બાળ દર્દીઓ નિદાન તેમજ સારવારની સુવિધા મેળવી ચૂક્યા છે. બાળકના જન્મની પ્રથમ સેકન્ડથી માંડીને 18 વર્ષ સુધીના તમામ રોગની નિદાન, રસીકરણ તેમજ બાળકના ઓવરઓલ વિકાસની તપાસ તેમજ સારવાર રાહત દરે થાય છે. આ વિભાગના ડૉ.ભાર્ગવ પટેલે અનેક રૂટિન કેસ ઉપરાંત અતિ દુર્લભ (લાખો બાળકમાંથી 1 બાળકમાં જોવા મળતી બીમારી)નું નિદાન તેમજ સારવાર કરેલ છે. આવો જ એક કેસ કે જેમાં 12 વર્ષની બાળકીને થાઇરોઇડ ગ્રંથિના ઓછા કામ કરવાથી સ્નાયુ પર થતી અસર માયોપથીનું નિદાન તેમજ સારવાર કરતા બાળકીને જોવા મળતા તમામ બીમારીના લક્ષણોમાં રાહતનો અનુભવ થયો હતો. બાળકીના માતા પિતાએ સંસ્થા તેમજ ડૉક્ટરનો ખૂબ જ આભાર માન્યો હતો મેડિકલ ભાષામાં આ રોગને હોકમેન સિન્ડ્રોમ કહેવાય છે. આ કેસનું પબ્લિકેશન ઇન્ટરનેશનલ જર્નલમાં કરવામાં આવ્યું હતું માત્ર 3 મહિનાના ગાળામાં આ બીજી વાર આ હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાંત ડૉ.ભાર્ગવ પટેલે કર્યું હતું.