સદવિચાર પરિવાર ગોધરા સંચાલિત ગોધરા ની પી.ટી.મીરાણી હોસ્પિટલ માં બાળ રોગ વિભાગ ની શરૂઆત ગત માસ માં જ થઈ છે. આ વિભાગની શરૂઆત થતા વેંત જ ગોધરા તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર ના ૦ થી ૧૮ વર્ષ ના બાળકો અત્રે ઉપલબ્ધ તમામ સેવા ઓ નો લાભ મેળવી રહ્યા છે. સંસ્થાના આ વિભાગ માં રેગ્યુલર કેસ ઉપરાંત કેટલાક દુર્લભ તેમજ અતિ દુર્લભ કેસ નું નિદાન અને સારવાર ખૂબ જ રાહતદરે થતું હોય છે.
આવો એક કેસ કે જેમાં ૧૨ વર્ષ ની બાળકી ને બંને પગે પરપુરા ( લાલ ચાઠાં પડવા) ની બીમારી થઈ હતી, વધુ માં તપાસ કરતા બાળકી ને IgA Vasculitis એટલે કે નસો નું ઇન્ફ્લેમેશન થયું હતું.જેનું નિદાન આ વિભાગ માં બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર તરીકે સેવા આપતા ડો.ભાર્ગવ પટેલ (એમ.ડી.પીડિયાટ્રિક્સ) એ કર્યું હતું અને સારવાર કરતા બાળકી ને મેજિકલ કહી શકાય તેવો બદલાવ બંને પગે જોવા મળ્યો હતો.
પંચમહાલ જિલ્લા ના ગરીબ લોકો માટે આ હોસ્પિટલ ખૂબ રાહત દરે ઉપયોગી થઇ રહેલ છે