પી.ટી. મીરાની ટ્રસ્ટ હોસ્પિટલના બાળ રોગ વિભાગ માં રેર ગણાતા રુમેટિક કોરિયા રોગ નું નિદાન અને સારવા

રુમેટિક ફીવર એ બાળકો માં જોવા મળતી ખૂબ જે દુર્લભ બીમારી છે જેમાં બાળક ને ગળા ના ઇન્ફેકશન થયા પછી બેક્ટેરિયા ની સામે જે એન્ટિબોડીઝ બને તે શરીર માં વિવિધ ભાગો જેમ કે ચામડી,સાંધા,મગજ,હૃદય પર અસર કરતી હોય છે. મોટા ભાગ ના કિસ્સા માં આ બીમારી હૃદય ને અસર વધુ કરતી હોય છે પરંતુ ગોધરા ની પી.ટી. મીરાની હોસ્પિટલ માં એક અતિ દુર્લભ કહી શકાય તેવો કેસ રિપોર્ટ થયો હતો.

સંજેલી ના ગરીબ પરિવાર માંથી આવતા એક ૧૨ વર્ષ ના બાળક ને આવી જ બીમારી લાગુ પડી હતી. આ બાળક ને ખૂબ જ દુર્લભ chorea (રુમેટિક કોરિયા) ની બીમારી થઈ હતી જેનું નિદાન ‘શિશુ કેર સેંટર ‘ ના બાળ રોગ વિભાગ ના પીડિયાટ્રિશિયન તબીબ ડો.ભાર્ગવ પટેલ એ પહેલી જ વિઝિટ માં કરી હતી અને જણાવ્યું હતું કે આ બીમારી શરૂઆત માં બાળક ને થ્રોટ ઇન્ફેકશન કરતી હોય છે અને ૦.૦૦૦૦૧ ટકા(૧ લાખ બાળકો માંથી ૧ બાળક ) કરતા ઓછા બાળકો માં તે રુમેટિક કોરિયા નામ ની બીમારી કરતી હોય છે. આ કેસ માં બાળક ને રુમેટિક ફીવર નું રેર કહી સકાય તેવું પ્રેઝન્ટેશન- રુમેટિક કોરિયા હતું જેનું ત્વરિત નિદાન થતા બાળક ને પ્રોપર દવા ચાલુ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ બીમારી માં બાળક ને ૨૧ વર્ષ સુધી દર મહિને પેનિસિલિન નામ નું ઇન્જેકશન મુકાવવું પડતું હોય છે.
દાહોદ ના એક સામાન્ય પરિવાર માંથી આવતા આ બાળક નું નિદાન શહેર ની પી.ટી.મીરાણી હોસ્પિટલ ના શિશુ કેર સેંટર માં રાહતદરે થતા બાળકના માતા પિતા તેમજ સગા એ રાહત નો શ્વાસ લીધો હતો અને ટ્રસ્ટ નો ખૂબ જે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

હાલ માં આ બાળક ડો.ભાર્ગવ પટેલ ની સારવાર હેઠળ ફોલોઅપ માં રેગ્યુલર આવે છે.
બાળક ને યોગ્ય સલાહ સૂચન મળવા થી સગા ને પણ વડોદરા-અમદાવાદ જેવી મોટી સિટી માં જવાનું ટળ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top